બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભાવનગર શહેરમાં રહેતી એક માતાએ ઘોઘારોડ પોલીસ મથકમાં તા.19,09 ના રોજ કેનિલ હિંમતભાઈ મકવાણા (રહે.વારાહી સોસાયટી, રિંગરોડ, ભાવનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત શખસે તેણીની સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફ્સાવી લલચાવી ફોસલાવી તેની દીકરીને અવાર નવાર લગ્ન કરવાની ખોટી લાલચ આપી હતી. દરમિયાન ચાર દિવસ પૂર્વે તેની દિકરી સ્કુલે ગઈ હતી તે દરમીયાન શખસે તેની દીકરીને સ્કૂલેથી લઈ જઈ પ્રથમ મંદિરે દર્શન કરવા લઈ ગયા બાદ શખ્સ તેને ઘરે લઈ જઈ તેની દીકરી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. જે ફરિયાદના અનુસંધાને ઘોઘારોડ પોલીસે શખ્સ સામે 137(2), 87,64(2)(m)તેમજ પોક્સો એક્ટ 4.6 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. આ બનાવની ગંભીરતા લઈ પોલીસે અલગ અલગ ટિમો બનાવી કેનિલ હિંમતભાઈ મકવાણા (રહે. વારાહી સોસાયટી, રિંગરોડ, ભાવનગર)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો