મદરેસાના કમ્પાઉન્ડ હોલ, રસોડાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે, દબાણ હટાવી 1500 ચો.મી.ની જગ્યા ખુલ્લી કરાઈ છે અને 100થી વધુ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું છે. 100 થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ 4 જેસીબી અને 3 હીટાચી વડે મદરેસાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. દબાણ હટાવી 1500 ચોરસ મીટર ની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.


[[$googlead]]

ભાવનગરમાં દબાણ હટાવી 1500 ચો.મી.ની જગ્યા ખુલ્લી કરી

ભાવનગર શહેરમાં વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, ભાવનગરના અકવાડા નજીકની જગ્યાઓ પર આ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, તો મદરેસા અને ફલેટની અંદર રહેતા લોકો માલસામાન સાથે બહાર નીકળ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે.

ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં દારુલ ઉલમ મદરેસા આવેલી છે

ભાવનગરમાં મદરેસાની જગ્યામાં આવતા ફલેટ અને હોસ્ટેલમાં દબાણ દૂર કરવામાં આવ્યા છે, ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા છે. 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર આ દબાણ કામગીરીમાં લાગ્યા છે. અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવશે. 

[[$alsoread]]


આ પણ વાંચો : અમદાવાદમાં 16 કરોડની સોનાની દાણચોરીમાં મોટી સિન્ડિકેટનો પર્દાફાશ, ઈન્ડિગો એરલાઈનના સ્ટાફ સાથે મળી કરતા દાણચોરી


  • Follow us on: