ડુંગળીની આવક થતા ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને ડુંગળીના ભાવ 100થી 190 રૂપિયા નોંધાયો છે. ડુંગળીના ભાવમાં રુ. 60નો ઘટાડો જોવા મળ્યો છે. 3 દિવસના બંધ રહેલા ઉતારા બાદ યાર્ડમાં મોડી રાત્રે ડુંગળીની થઈ આવક અને ડુંગળી ની 50000 ગુણી આવક થતા ભાવમાં પણ જોવા મળ્યો ઘટાડો


ડુંગળીના ભાવ 100 થી 190 રૂપિયા જેવો જોવા મળ્યો

ડુંગળીનો ભાવ 100 થી 190 રૂપિયા જેવો જોવા મળ્યો છે અને ડુંગળીના ભાવમાં 60 રૂપિયા જેવો જોવા મળ્યો ઘટાડો, ખેડૂતોનું કહેવું છે કે, જે રીતે ડુંગળીનું ઉત્પાદન છે તેની સામે ભાવ મળતો નથી એટલે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ડુંગળીનો બજારમાં પણ છૂટક ભાવ ઓછો છે, સારૂ વાવેતર થયું પણ ભાવ મળતા નથી.

ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન

ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન શિયાળામાં થાય છે, ત્યારે મહુવા અને તળાજા પંથકમાં વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે, વર્ષ 2025-26માં ખરીફ પાકમાં 1642 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. જ્યારે રવિ શિયાળુ સીઝનમાં 26,372 હેક્ટરમાં આ વાવેતર નોંધાવા પામ્યું છે જેની ઉપજ હાલ ઉતરી રહી છે અને મેડામાં સંગ્રહીત પણ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : Junagadh News : એસ.ટી. નિગમ દ્વારા ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે એક્સ્ટ્રા 195 બસમાં 7800થી વધુ ટ્રીપોનું સંચાલન કરાશે



  • Follow us on: