ભાવનગર શહેરના અતિ વ્યસ્ત એવા મહિલા કોલેજ સર્કલ નજીક આજે માર્ગ અને મકાન વિભાગ તેમજ મનપાની કામગીરીની બેદરકારી સામે આવી છે. રોડની સાઈડમાં કરવામાં આવેલા નબળા પુરાણને કારણે એક ભારેખમ ટ્રક રસ્તામાં જ ફસાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ શહેરના મુખ્ય માર્ગ પર સર્જાયેલી આ સ્થિતિએ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
નબળી કામગીરીના કારણે ટ્રક ફસાયો
સ્થાનિકો પાસેથી મળતી વિગતો મુજબ, થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, રોડ બન્યાના ટૂંકા ગાળામાં જ લાઈન નાખવાની કામગીરી માટે રસ્તાને ફરી એક વખત તોડવામાં આવ્યો હતો. વારંવાર ખોદકામ અને ત્યારબાદ વ્યવસ્થિત આયોજનના અભાવે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.













