ભાવનગરના ફુલસરમાં 104 મકાન માલિકોને ફટકારાઇ નોટિસ અને આવાસના મકાનને ભાડે આપી કરાઇ રહ્યો હતો ધંધો, 256 આવાસમાંથી 104 મકાન ભાડે ચાલતા હતા અને ભાડુઆત અને આવાસના માલિકોને ફટકારાઇ નોટિસ, નોટિસ આપી 3 દિવસમાં મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવી છે.
તખ્તેશ્વર વોર્ડના ભાજપના નગરસેવિકાને પણ નોટિસ અપાઈ
નગરસેવિકાએ પણ પોતાનું આવાસ આપ્યું હતું ભાડે, ભાવનગરમાં આવાસ યોજનાના મકાનો ભાડે આપવાના ચાલતા ધંધા ઉપર મનપાની તપાસ ચાલી રહી છે, ભાજપના તખ્તેશ્વર વોર્ડના મહિલા નગરસેવીકાને પણ નોટિસ આપવામાં આવી છે, ભાજપના મહિલા નગરસેવીકાને પણ આવાસ યોજનામાં છે પોતાનું આવાસ, આ આવાસમાં 35 ટકા કરતા વધુ મકાનો ભાડે આપ્યા હોવાની વાત સામે આવી છે.
PM આવાસ યોજનાના મકાનોના ગેરકાયદેસર ભાડાપટ્ટા અંગે ફરિયાદો મળી રહી હતી
પીએમ આવાસ યોજનામાં જેને મકાન લાગ્યું હોય તેવા 35 ટકા લોકોએ પોતાના મકાન ભાડે આપી દીધા હતા અને ભાડુ ખાતા હોવાની વાત સામે આવી છે, ભાવનગર મ્યુ.ની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે અને આગળના દિવસોમાં આવા મકાન માલિકો સામે કાર્યવાહી કડક થઈ શકે છે. મહાનગરપાલિકાની કાર્યપાલક ઈજનેર સહિત 16 કર્મચારીની ટીમ બનાવી 256 આવાસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.









