ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતવાસ વિસ્તારમાં જૂની અદાવતને લઈ 6થી 7 શખ્સોએ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. અસામાજીક તત્વોના આતંકની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.


અસામાજિક તત્વો બન્યા બેફામ

ભાવનગરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ના હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. લુખ્ખા તત્વોએ જૂની અદાવતમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. સ્થાનિકો દ્વારા પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે તેવી માગ કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Surat News : સુરતથી ટ્રેન મારફતે યુપી-બિહાર જવા 20 કલાકમાં 20 હજાર મુસાફરો વતન પહોંચ્યા


  • Follow us on: