હાલ દેશ અને દુનિયામાં સૌથી મોટી સમસ્યા હોય તો એ છે બેરોજગારી. હાલ રાજ્યમાં બેરોજગારીનો દર 1.7 ટકા છે. શિક્ષિત લોકોને કામ ન મળવાના કારણે નાસીપાસ થઈ જાય છે. દેશ અને દુનિયામાં બેરોજગારીના કારણે હજારો લોકો આત્મહત્યા જેવા પગલા ભરતા હોય છે. આવો જ એક કિસ્સો ભવનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક યુવકે બેરોજગારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે.


ભાવનગરમાં યુવકે લગાવી મોતની છલાંગ

ભાવનગરમાં એક બેરોજગાર યુવકે જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભાવનગરના એક રત્ન કલાકારે અગાશી પરથી ઝંપલાવી આપઘાત કરી લીઘી હતી. આ યુવકનું નામ અજય સંઘવી છે, જે છેલ્લા 5 મહિનાથી બેરોજગાર હતો.

ભાવનગર શહેરમાં વધુ એક બેરોજગાર યુવકે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું

ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારનો અજયભાઈ સંઘવી જેની ઉંમર વર્ષ 40 વર્ષ છે. આ રત્ન કલાકાર યુવકે ગત રોજ જીન દર્શન ફ્લેટના અગાસી પરથી ઝંપલાવી ને આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા પાંચ મહિનાથી રત્નકલાકાર યુવક બેરોજગાર હતો. જે કારણે તેણે આ અંતિમ પગલું લઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવના પગલે પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભારતમાં કેટલા લોકોએ કરી આત્મહત્યા?

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2023માં પ્રકાશિત થયેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના તાજેતરના ઉપલબ્ધ અહેવાલ મુજબ, 2022 માં ભારતમાં 3,170 લોકોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી હતી, જે 2021 માં 3,541 થી નજીવી ઘટાડો છે. 2024 ના અંતમાં પ્રકાશિત થયેલા 2023ના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે, બેરોજગારીને કારણે મૃત્યુની સંખ્યા વધીને 14,234 થઈ ગઈ છે, જે 2022 થી 9 ટકાનો વધારો દર્શાવે છે.

ગુજરાતમાં કેટલા લોકોએ કરી આત્મહત્યા?

જો ગુજરાતની વાત કરવામાં આવે તો વર્ષ 2023માં 207 લોકોએ બેરોજગારીના કારણે જીવન ટૂંકાવ્યું હતું. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ડેટા અનુસાર, ગત ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં 25,478 લોકોએ આત્મહત્યા કરી છે.


આ પણ વાંચો - Valsad News: શંકાસ્પદ હાલતમાં મળ્યો યુવતીનો મૃતદેહ, પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી


  • Follow us on: