ભાવનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી માથાભારે તત્વો અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત અંગ્રેજી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ચાર ઈસમોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આ શખ્સોના કારણે વિસ્તારમાં અશાંતિ ફેલાતી હોવાના અહેવાલો બાદ પોલીસે આ કડક પગલું ભર્યું છે.


માથાભારે ઈસમોની યાદી તૈયાર કરી

પોલીસે અલગ-અલગ વિસ્તારમાંથી માથાભારે ઈસમોની યાદી તૈયાર કરી હતી, જેમાં નીચે મુજબના શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે; લાખણકા ગામનો 1 શખ્સ, આડોડીયા વાસ વિસ્તારના 2 શખ્સો, નારી ગામનો 1 શખ્સ. આ ચારેય શખ્સોને ભાવનગરથી દૂર વડોદરા, સુરત અને ભુજની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ 

પોલીસના આ કડક વલણને કારણે બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસનું માનવું છે કે પાસા હેઠળની આ કાર્યવાહીથી જિલ્લામાં ગુનાખોરીના પ્રમાણમાં ઘટાડો થશે અને શાંતિ સ્થપાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: