લાયન્સ ક્લબ ઓફ્ સિહોર દ્વારા ગ્રામીણ પ્રાથમિક શાળામાં સોનગઢ પ્લોટ વિસ્તાર પાંચવડા રોડ પર 107 બાળકોને અને રેલવે સ્ટેશન વિસ્તાર પ્રાથમિક શાળા માં 35 બાળકોને દિપાવલી પર્વ નિમિત્તે મીઠાઈ અને ફ્ટાકડા વિતરણ કરવામાં આવેલ હતું. પ્રોજેક્ટમાં સિનિયર લાયન મેમ્બર અને પુર્વ સેક્રેટરી લાયન સંજયભાઈ દેસાઈ દ્વારા 30 કિલો ચોખ્ખા ઘી નો મોહનથાળ અને ટ્રેઝરર લાયન ડો.કલ્પેશ ગૌસ્વામી દ્વારા ગંગા સ્વરૂપ બહેનો ને 25 નંગ સાડીનું વિતરણ કરવામાં આવેલ હતુ. આ પ્રોજેક્ટમાં પ્રમુખ લાયન પ્રણવભાઈ મહેતા,એમ.જે.એફ્.લાયન ડો. શ્રીકાંતભાઈ દેસાઈ,પુર્વ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ આસ્તિક, લાયન પ્રદીપભાઈ કળથીયા,ટ્રેઝરર લાયન ડો.કલ્પેશભાઈ ગૌસ્વામી,પુર્વ સેક્રેટરી લાયન સંજય ભાઈ દેસાઈ, લાયન જોગેશભાઈ પવાર,લાયન ડો.પ્રતાપસિંહ સરવૈયા ,પ્રમુખ પ્રણવ ભાઈ ના પુત્ર દેવ ઉપસ્થિત રહ્યાં હતાં.
