ભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારના અંકુર એપાર્ટમેન્ટ A-2 ખાતે છેલ્લા 12 વર્ષથી દિવાળી પર્વના શુભ અવસર પર દિવાળીના આગલા દિવસે લક્ષ્મીમાતાની ભવ્ય રંગોળી બનાવવામાં આવે છે. જે બનાવતા આશરે 5 થી 6 કલાક લાગે છે. જેમાં લગભગ 6 કિલો જેટલા અલગ અલગ રંગોની ચીરોડી વપરાય છે. આ રંગોળી મોનીકા દેવાંગ શાહ, મૈત્રી દોશી, વિધિ દોશી, વનિતા ડાભી દ્વારા બનાવવામાં આવે છે. આ રંગોળી ઘરઆંગણે બનાવવામાં આવે છે.
