24
સિહોરના જંગલ વિસ્તારમાં આવેલા હઝરત રોશન ઝમીર સરકાર તોડાશાહ પીર દાદાનો બે દિવસીય વાર્ષિક ઉર્ષ શરીફ્ શાનદાર રીતે ઉજવાયો હતો. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત સુરકાના દરવાજા હઝરત સરકાર યકીનશાહ પીરની દરગાહથી બેન્ડવાજા સાથે સંદલ શરીફ્નું ભવ્ય જુલૂસ નીકળ્યું હતું, જે સિહોરના મુખ્ય રાજમાર્ગો પર ભ્રમણ કરી દરગાહ શરીફ્ પરત ર્ફ્યું હતું.
ત્યાં ચાદરપોશી, સલાતો સલામ અને દેશમાં શાંતિ માટે સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી. આ ઉર્ષ દરમિયાન રાત્રે મિલાદે શરીફ્ તેમજ બે દિવસ સાંજે મગરીબની નમાઝ બાદ ભવ્ય ન્યાઝ શરીફ્ (મહાપ્રસાદ) નું આયોજન કરાયું હતું. દરગાહના ખાદીમ રફીકશાહ બાપુ, મજીદશાહ બાપુ અને અઝીમશાહ બાપુ સહિત મકરાણી પરિવાર અને ઉર્ષ કમિટીના સંચાલન હેઠળ આયોજિત આ ઉત્સવમાં હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી કોમી એકતાનું પ્રતીક પૂરું પાડયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો