સિહોર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા સિહોરમાં 14 ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે મશાલ રેલી કાઢવામાં આવી હતી. આ મશાલ રેલી સ્ટેશનરોડ સ્થિત પાબુજી મહારાજ ના મંદિરથી પ્રસ્થાન સાથે વડલા ચોક, મુખ્ય બજાર,આંબેડકરચોક, મોટાચોક થઈ ઠાકરદ્વારા મંદિરે પહોંચી હતી.

આ કાર્યક્રમમાં સિહોર નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ, કારોબારી ચેરમેન જીમીબેન રાણા, સહિતના આગેવાનો, જિલ્લા અધિકારી બજરંગદળ, ભાવનગર ગ્રામ્ય જિલ્લા સંયોજક વિજયભાઈ શેલાણા, સિહોર વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ રવિરાજ રાઠોડ,સિહોર વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી ડોલરભાઇ પવાર, સિહોર બજરંગદળ સંયોજક મહેશભાઈ પરમાર સહિત કાર્યકર મિત્રો ઉપસ્થિત રહી આ મશાલ રેલી ને સફ્ળ બનાવી હતી.