એચડી ફાયર પ્રોટેક્ટ લિમિટેડ તેના ઇક્વિટી શેરના આઈપીઓ માટે 13 ઓક્ટોબર, 2026ના રોજ બિડ/ઓફર શરૂ કરશે. બિડ/ઓફર 15 ઓક્ટોબર, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ સોમવાર, 12 ઓક્ટોબર, 2026 રહેશે. ઓછામાં ઓછા 55 ઇક્વિટી શેર માટે બિડ કરી શકાશે અને ત્યારબાદ 55 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે. દરેક ઇક્વિટી શેર માટે પ્રાઇઝ બેન્ડ રૂ. 258 થી રૂ. 271 નક્કી કરાયો છે.આ ઓફરમાં પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ.5ની ફેસ વેલ્ય ધરાવતા વધુમાં વધુ 2,62,84,500 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે. તેમાં હરીશ નરશી ધરમશી દ્વારા રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 89,83,700 ઇક્વિટી શેર અને કુસુમ હરીશ ધરમશી દ્વારા રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 1,73,00,800 ઇક્વિટી શેરના વેચાણનો સમાવેશ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો