ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં હોળીના તહેવારો દરમિયાન થયેલી અત્યાર સુધીની સૌથી મોટી સાયબર લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. 'સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં બેંકની સિસ્ટમ હેક કરનાર 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.


ભાવનગર બેંક હેકિંગ કેસ

તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ બેંકની CBS (Core Banking Solution) સિસ્ટમમાં રહેલી એક ટેકનિકલ ખામી એટલે કે 'બગ' (Bug) શોધી કાઢી હતી. હોળીના તહેવારની રજાઓનો લાભ લઈને હેકર્સે આ સિસ્ટમમાં એન્ટ્રી કરી હતી અને માત્ર એક જ રાતમાં બેંકમાંથી અંદાજે 7 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.

નાના ખાતાધારકોને બનાવ્યા નિશાન

હેકર્સે ખૂબ જ ચાલાકીપૂર્વક એવા 135 ખાતાઓને ટાર્ગેટ કર્યા હતા જેમાં નાની રકમ જમા હતી. મોટા ટ્રાન્ઝેક્શન તરત નજરે ન પડે તે રીતે આ રકમને અલગ-અલગ ખાતાઓમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. બેંકના ઓડિટ દરમિયાન આ મસમોટા ફ્રોડની જાણ થતા હોબાળો મચી ગયો હતો.

પોલીસ કાર્યવાહી

આ કેસની ગંભીરતાને જોતા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ડેટા એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી હતી. અંતે, આ હાઈ-ટેક લૂંટ ચલાવનાર 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Vadodara: સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનું ઓપરેશન, 210 કરોડના સાયબર કૌભાંડમાં બે ગેંગના 7 આરોપીઓ ઝડપાયા

  • Follow us on: