વેસ્ટર્ન રેલવેના GMની ભાવનગર-પીપાવાવની સત્તાવાર મુલાકાત દરમિયાન વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રેલવે કર્મચારીઓના વિવિધ અને વાજબી પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી, આ રજૂઆત બાદ વેસ્ટર્ન રેલવેના જીએમએ ભાવનગર ડિવિઝનને વધુ ટ્રૅનો આપવાની દિશામા પ્રયાસો કરવાનો વાયદો કર્યો હતો.GMને રેલવે સ્ટાફ્ની વિવિધ 16 જેટલી મહત્વની માંગણીઓ સાથેનું આવેદનપત્ર સુપ્રત કરાયું હતું આવેદનપત્રમાં રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓમાં ગાંધીગ્રામ સ્ટેશન પર નવી લોકો લોબીનું નિર્માણ કરવા, સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર ફરજ પર આવતા-જતા અકસ્માતનો ભોગ બનનાર કર્મચારીઓને નિયમાનુસાર રજા અને વળતર આપવા તેમજ ઇન્ટર ડિવિઝન અને ઇન્ટર રેલવે ટ્રાન્સફરની અરજીઓનો ઝડપથી નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, 50,000થી વધુ ATUV ધરાવતા રેલવે ગેટ પર ગેટકીપરોની સંખ્યા 2થી વધારીને 3 કરવા, ભાવનગર વર્કશોપ અને ડિવિઝનના કર્મચારીઓ માટે નવા ક્વાર્ટર્સ બનાવવા તથા રિપેરિંગ માટે જરૂરી ફ્ંડ ફાળવવા, વર્કશોપમાં ગ્રૂપ ઇન્સેન્ટિવ સ્કીમ લાગુ કરવા ભાર મૂકાયો હતો.
