ભાવનગરના ચકચારી ત્રિપલ હત્યા કેસમાં આજે એક નવો વળાંક આવ્યો છે. આ હત્યાના મુખ્ય આરોપી શૈલેષ ખાંભલાને આજે પોલીસ દ્વારા નાર્કો ટેસ્ટની મંજૂરી મેળવવા માટે ફાસ્ટ્રેક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, જ્યારે કોર્ટમાં આરોપીને નાર્કો ટેસ્ટ માટે પૂછવામાં આવ્યું, ત્યારે શૈલેષ ખાંભલાએ જ્જ સમક્ષ પોતાનો નિર્ણય લેવા માટે વધુ સમય માંગ્યો હતો.

ગુનાનું રહસ્ય

આરોપીની આ માંગણી બાદ જ્જે તેને વિચારવા માટે સમય આપ્યો છે. કોર્ટે આ મામલે હવે પછીની સુનાવણી માટે બુધવાર સુધીનો સમય આપ્યો છે. બુધવારે શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ કરાવવા માટે સંમત થાય છે કે નહીં, તે અંગે નિર્ણય લેવામાં આવશે. પોલીસ માને છે કે, આ નાર્કો ટેસ્ટથી હત્યાના રહસ્ય અને તેના સાચા હેતુઓ પરથી પડદો ઉંચકાઈ શકે છે.