ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર છ દિવસ અગાઉ થયેલા ગંભીર હિટ એન્ડ રન કેસમાં નીલમબાગ પોલીસે કાર્યવાહી કરી છે. છ દિવસ પહેલાં થાર ગાડીના એક સગીર ચાલકે બેફામ ગતિએ કાર ચલાવી સોનલબેન ગોસ્વામી નામની મહિલાને અડફેટે લીધી હતી, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ સગીર ચાલક થાર ગાડી લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.


અકસ્માતમાં એક મહિલાનું મોત અને એક યુવતી ઈજાગ્રસત

હવે આ કેસમાં નીલમબાગ પોલીસ મથક દ્વારા સગીર ચાલકના પિતા ચંદ્રસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 199(A)નો ઉમેરો કર્યો છે. જોકે, પોલીસ થારના મૂળ માલિકને શોધવા માટે હજી પણ તજવીજ હાથ ધરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: