ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ચુરુ–આસલુ–દૂધવા ખારા સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કાર્ય તથા સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ પ્રણાલીની કમિશનિંગ કામગીરી માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલમાંથી પસાર થતી ભાવનગર–હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રદ કરવામાં આવનાર ટ્રેનોની વિગત નીચે મુજબ છે
01-તારીખ 19.01.2026 અને 22.01.2026 ના રોજ ભાવનગર ટર્મિનસથી ચલાવાની ટ્રેન નંબર 19271 ભાવનગર–હરિદ્વાર એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.













