ટ્રેન નંબર 19201 ભાવનગર ટર્મિનસ–અયોધ્યા કૅન્ટ એક્સપ્રેસનો માર્ગ પરિવર્તન અને સ્ટોપેજ તાત્કાલિક રીતે રદ, ઉત્તર રેલવે દ્વારા અવસંરચના સુધારણા કાર્યના ભાગરૂપે કાનપુર સેન્ટ્રલ-લખનઊ જંક્શન રેલખંડમાં કાનપુર સેન્ટ્રલ–કાનપુર પુલ ડાબી બાજુના સેકશનમાં આવેલ બ્રિજ નંબર 110 પર સ્ટીલ ટ્રફ દૂર કરવા અને H-Beam સ્લીપર ઉપલબ્ધ કરાવવા માટે 42 દિવસનો મેગા ટ્રાફિક તથા પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે.
આ કામગીરીને કારણે કેટલીક ટ્રેનોના સંચાલનમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યો છે
01-આ જ ક્રમમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સંચાલિત ટ્રેન નંબર 19201 ભાવનગર ટર્મિનસ–અયોધ્યા કૅન્ટ એક્સપ્રેસને તેના નિયમિત માર્ગના બદલે બદલાયેલા માર્ગથી દોડાવવામાં આવશે.
02-નિર્ધારિત કાર્યક્રમ મુજબ આ ટ્રેન પોતાના નિયમિત માર્ગ કાનપુર સેન્ટ્રલ – લખનઊ જંક્શન – અયોધ્યા કૈન્ટ ના બદલે કાનપુર સેન્ટ્રલ – પ્રયાગરાજ જંક્શન – માઁ બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ જંક્શન – સુલ્તાનપુર – અયોધ્યા કૈન્ટ માર્ગે સંચાલિત થશે.
03-આ વ્યવસ્થા નીચેની તારીખોએ અમલમાં રહેશે — 06 એપ્રિલ, 13 એપ્રિલ, 20 એપ્રિલ, 27 એપ્રિલ, 04 મે અને 11 મે, 2026.
04-મુસાફરોની સુવિધા માટે વિનંતી છે કે મુસાફરી શરૂ કરતાં પહેલાં ટ્રેન અંગેની તાજી માહિતી National Train Enquiry System (NTES), ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા રેલ્વે હેલ્પલાઇન નંબર 139 દ્વારા જરૂર મેળવી લેવી.
