ઉપરોક્ત તમામ આરક્ષિત ટ્રેનોના વિસ્તૃત ફેરાઓ માટેની બુકિંગ 08 ફેબ્રુઆરી, 2026થી તમામ પીઆરસી કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થઈ ચૂકી છે. ટ્રેનોના ઠરાવ સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.


આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે

01-ટ્રેન નંબર 09018 વેરાવળ – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 30 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે, ટ્રેન નંબર 09017 બાન્દ્રા ટર્મિનસ – વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલને 29 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

02-ટ્રેન નંબર 09208 ભાવનગર – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 26 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે, ટ્રેન નંબર 09207 બાન્દ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસને 27 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

03-ટ્રેન નંબર 09216 ભાવનગર – ગાંધીગ્રામ દૈનિક અનારક્ષિત સ્પેશિયલને 31 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ – ભાવનગર ટર્મિનસ દૈનિક અનારક્ષિત સ્પેશિયલને પણ 31 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.


આ પણ વાંચો : Ahmedabad Civil Hospital : રાજય સરકારના સહયોગથી ₹55 લાખના મશીનથી અમદાવાદ સિવિલમાં શરૂ થઈ 'યુરોડાયનેમિક સ્ટડી'


  • Follow us on: