ભાવનગર શહેરમાં નશાના કારોબારને ડામવા માટે SOG ની ટીમ સતત કાર્યરત છે. આ દરમિયાન શહેરના મોતીબાગ ટાઉનહોલ વિસ્તારમાંથી જાહેરમાં ગાંજાનું વેચાણ કરી રહેલા બે શખ્સોને SOGની ટીમે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ગાંજાનું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા

ભાવનગર SOG ની ટીમને મળેલી ચોક્કસ બાતમી મળી હતી કે મોતીબાગ ટાઉનહોલ પાસે કેટલાક શખ્સો નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યા છે. આ માહિતીને આધારે SOGની ટીમે તુરંત ત્યાં પહોંચીને તપાસ શરૂ કરી હતી. સ્થળ પર તપાસ કરતા બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

400 ગ્રામ ગાંજો મળી આવ્યો 

પોલીસે સ્થળ પરથી તપાસ કરતા તેમની પાસેથી 400 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે નશાનો આ જથ્થો વેચી રહેલા મુકેશ બારૈયા અને વિજય જાદવ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ ₹20,050 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

તપાસનો ધમધમાટ

પકડાયેલા બંને આરોપીઓ આ ગાંજો ક્યાંથી લાવ્યા હતા અને કોને વેચવાના હતા, તે દિશામાં SOGની ટીમે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. જાહેરમાં નશાના વેચાણની આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો: Junagadh: તોરણીયાના પિતા-પુત્રનું ફિલ્મી ઢબે અપહરણ, રાજપરાના ફાર્મ હાઉસમાં બંધક બનાવી કરી લૂંટ


  • Follow us on: