ભાવનગર શહેરમાં કાયદાનો ઉલાળીયો કરીને અસામાજિક ગતિવિધિઓ કરનારા તત્વોને હવે પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, કાયદાની પરવા ન કરનારા આવા ઈસમો પર પોલીસે સખત કાર્યવાહી કરી છે, જેનાથી આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું
ગઈકાલે રાત્રિના આઠ વાગ્યા આસપાસ વાસણ ઘાટ વિસ્તારમાં બે પક્ષો વચ્ચે ગંભીર બબાલ સર્જાઈ હતી. આ બબાલમાં અલ્તાફ કાદરી અને દાનિશ કુરેશી નામના વ્યક્તિઓના માણસો સામસામે તીક્ષ્ણ હથિયારો લઈને ધસી આવ્યા હતા, જેનાથી વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું અને આ મામલે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં અલ્તાફ કાદરી અને તેમના માણસોનું જાહેર રોડ પર રીકન્ટ્રક્શન કરાવ્યું હતું.










