ભુજ તાલુકાના કુકમા નજીક આવેલા પાલિકાના પાણીના સમ્પ પર લગાડવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે, નર્મદાનું આવતું પાણી સીધુ આ પ્લાન્ટમાં ઠાલવવામાં આવે છે અને ત્યારબાદ આ પાણીને ભૂજના અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે, ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી ભુજના લોકોને ફિલ્ટર કર્યા વગરનું પાણી પીવાનો વારો આવ્યો છે.
અગાઉ પાલિકા દ્વારા 55 લાખ રૂપિયા ખર્ચે કરીને ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કર્યો હતો
પરંતુ માત્ર થોડા મહિનામાં ફિલ્ટર પ્લાન્ટ બંધ થઈ ગયો છે, કુકમા પાણીના સમ્પ ખુલ્લા છે અને અહિયાં લગાડવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે, જેના કારણે ભુજ અને બન્ની વિસ્તારના લોકો ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહયું છે..આ મામલે પાલિકાના સત્તાધીશોએ ક્લોરીન કરીને પાણી વિતરણ કરવામાં આવતું હોવાનો દાવો કર્યો છે, બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટમાં વધારે ખર્ચ હોવાથી પાલિકા આગામી દિવસોમાં નવા ફિલ્ટર પ્લાન્ટ માટેનું આયોજન કરી રહી છે, અહીંયા સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે ફિલ્ટર વગરના પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળેતો તેના માટે જવાબદાર કોણ ??










