ભારતની પશ્ચિમ સરહદની સુરક્ષાનું પ્રથમ કવચ ગણાતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના 61મા સ્થાપના દિન નિમિત્તે, આજે કચ્છના ભુજમાં રાષ્ટ્રીય કક્ષાનો 'હિરક જયંતિ' (ડાયમંડ જ્યુબિલી) સમારોહ યોજાયો હતો. BSFના આ ગૌરવશાળી કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભુજની મુલાકાતે 

ભુજની હરિપર કેમ્પ ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોરોહમાં દેશભરમાંથી BSFના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા હતા. BSFના ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણીને અનુલક્ષીને, BSFના ડી.જી. દલજિતસિંહ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

પરેડ, શક્તિ પ્રદર્શન અને 'ઑપરેશન સિંદુર'ની ઝાંખી

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જવાનો દ્વારા કરવામાં આવેલી ભવ્ય પરેડ હતી. BSFના જવાનોએ તેમની ક્ષમતા અને વીરતાનું પ્રદર્શન કરતી ગૌરવશાળી પરેડ યોજી હતી. આ ઉપરાંત, જવાનોએ વિવિધ કવાયતો અને ટેબ્લો રજૂ કરીને BSFની કાર્યશૈલી અને તાકાતનો પરિચય કરાવ્યો હતો.

BSF ના 61માં હિરક જયંતિ વર્ષની ઉજવણી

આ શક્તિ પ્રદર્શનમાં BSF દ્વારા ચલાવવામાં આવતા મહત્ત્વના 'ઑપરેશન સિંદુર'ની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. જવાનોએ આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન કરીને ભારતની સરહદોની રક્ષા માટે BSFની સજ્જતાનો પરિચય આપ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા BSFના જવાનોનું સન્માન કર્યું હતું અને રાષ્ટ્રની સુરક્ષામાં BSFના યોગદાનને બિરદાવ્યું હતું. BSFનો સ્થાપના દિવસ પ્રથમ વખત સરહદી રાજ્ય ગુજરાતમાં યોજાતાં સમગ્ર કચ્છ અને રાજ્યનું ગૌરવ વધ્યું છે.

  • Follow us on: