કચ્છના ભુજ-ખાવડા હાઈવે પર આજે એક ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં એક લક્ઝુરિયસ રેન્જ રોવર કાર ચાલતી વખતે અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં કાર બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી.
કારમાં આગ અને ચાલકનો બચાવ
પ્રાપ્ત માહિતી અનુસાર, કાર ખાવડાથી ભુજ તરફ જઈ રહી હતી ત્યારે હાઈવે પર અચાનક તેમાં આગ લાગી હતી. કારમાંથી ધુમાડો નીકળતો જોઈ ચાલકે તાત્કાલિક ગાડી સાઈડમાં ઉભી રાખીને બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો આબાદ બચાવ થયો છે. જોકે, કારની અંદર રહેલા અગત્યના દસ્તાવેજો અને રોકડ રકમ પણ આગમાં સંપૂર્ણપણે સળગીને ખાખ થઈ ગયા છે.
