કચ્છના મુખ્ય મથક ભુજમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પતિએ જ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. ભુજના દાદુપીર રોડ વિસ્તાર પાસે આ હત્યાનો બનાવ બન્યો છે.
ભુજમાં પતિએ કરી પત્નીની હત્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, પતિએ કોઈક પારિવારિક કારણોસર કે અન્ય વિવાદમાં પોતાની પત્ની પર ધારીયાના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. આ હત્યાથી દાદુપીર રોડ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
હત્યા કરી આરોપી પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો
આ હત્યાની ઘટના બન્યા બાદ આરોપી પતિ ગભરાઈને ફરાર થવાને બદલે સીધો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક દાદુપીર રોડ ખાતે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાણવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ