કચ્છમાં દરિયાઈ અને રાષ્ટ્રીય સુરક્ષાને ઘ્યાને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં કંડલા પોર્ટ પર ગેરકાયદે ઉભા થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કંડલા અને મીઠા પોર્ટ આસપાસ 100 એકર જેટલી જમીનમાં ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મીઠા પોર્ટ આસપાસના 100 એકરમાં દબાણ દૂર
કચ્છમાં તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. કંડલા અને મીઠા પોર્ટ આસપાસ 100 એકર જમીનમાં ખડકી દેવાયેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. વહેલી સવારથી કચ્છમા કંડલા પોર્ટ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 20 જેસીબી, 20 હિટાચી,40 લોડર, 40 ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી દબાણો હટાવવામાં આવી રહ્યાં છે.
