કચ્છ જિલ્લામાં પોલીસ બેડામાં હાહાકાર મચી જવા પામ્યો છે. જિલ્લા પોલીસ વડાએ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરફાર કર્યો છે. જિલ્લા પોલીસ વડાએ એક ઝાટકે 12 પીઆઈની આંતરિક બદલી કરી હતી. જ્યારે 19 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે.
12 PI અને 19 PSIની આંતરિક બદલી કરી
કચ્છ જિલ્લા પોલીસવડાએ એક ઝાટકે 12 પીઆઈ અને 19 પીએસઆઈની બદલી કરી નાંખી છે. બે પીઆઈને એસઓજી શાખામાં મુકવામાં આવ્યા છે. જ્યારે ટ્રાફિક પીઆઈ જે ડી સરવૈયાને નખત્રાણા મુકવામાં આવ્યા છે.એસઓજી પીઆઈ કે.એમ.ગઢવી ની બદલી કરી માનકુવા પોલીસમાં મુકવામાં આવ્યા છે.એ.એમ.મકવાણા એસલીબી પીઆઈ તરીકે મુકયા છે. પશ્ચિમ કચ્છ એસઓજી શાખામાં બે પીઆઈને મુકવામાં આવ્યા છે.













