કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સામખીયાળી પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઈવ યોજીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.સામખીયાળી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા હાઈવે અને આસપાસના વિસ્તારોમાં આકસ્મિક તપાસ શરૂ કરી હતી. 


25 જેટલા હોટલ-ધાબાઓની તપાસ

આ ખાસ ઝુંબેશ અંતર્ગત પોલીસ ટીમોએ વિસ્તારમાં આવેલા આશરે 25 જેટલી હોટલ અને ધાબાઓ પર દરોડા પાડીને ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું.આ ડ્રાઈવ દરમિયાન પોલીસે પ્રોહિબિશનના કાયદાના ભંગ બદલ અલગ-અલગ 7 જેટલા ગુનાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.હોટલ ધાબાઓ ઉપરાંત સામખીયાળી પોલીસની ટીમોએ હાઈવે પરથી પસાર થતા શંકાસ્પદ વાહનો પર પણ પૂરતું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 

157 જેટલા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું

આ ડ્રાઈવ દરમિયાન અંદાજે 157 જેટલા નાના મોટા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેથી કોઈ ગેરકાયદેસર હેરાફેરી કે ગુનાહિત પ્રવૃત્તિ પર રોક લગાવી શકાય.સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર,વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે, ગુનેગારોમાં પોલીસનો ડર રહે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને તે હેતુથી આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.આગામી દિવસોમાં પણ આ પ્રકારની સરપ્રાઈઝ ડ્રાઈવ અને ચેકિંગની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: બાવળા બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત


  • Follow us on: