ટ્રેન નં. 09037 અને 09038 ની બુકિંગ 04 ડિસેમ્બર, 2025 થી તમામ પીઆરસી કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે। મુસાફરો ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના વિશેની વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
ટ્રેન નં. 09037/09038 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ (દ્વિસાપ્તાહિક) સ્પેશિયલ [કુલ 24 ફેરા]
01-ટ્રેન નં. 09037 બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવાર અને શનિવારે બાંદ્રા ટર્મિનસથી 14.40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 05.50 કલાકે ભુજ પહોંચશે। આ ટ્રેન 06 ડિસેમ્બર, 2025 થી 15 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે.













