બોડેલી નગર સહિત વિસ્તારના નાના-મોટા વેપારીઓને મદદરૂપ થવાના આશય સાથે તા. 8-8-1957ના રોજ સ્થપાયેલ ધી બોડેલી અર્બન કોપરેટીવ બેંક લિમિટેડની આજે 69મી સાધારણ સભા બેંકના મેનેજિંગ ડિરેક્ટર રજનીકાંત રસિકલાલ ગાંધીના અધ્યક્ષ સ્થાને મળી હતી. ત્યારે બેંકના ચેરમેન કાર્તિકુમાર દિલીપ શાહ, ડિરેક્ટરો આકાશ વિજય ઠક્કર, ડૉ. કિશોરકાંત રસિકલાલ ગાંધી ગીરીશ રસિકલાલ શાહ દિનેશચંદ્ર જીવનલાલ શાહ જીગ્નેશ મહેશચંદ્ર અગ્રવાલ નીતિનકુમાર શાંતિલાલ ચોકસી, પ્રો. ડિરેક્ટર ઉદય સતીશચંદ્ર શાહની ઉપસ્થિતિમાં બોડેલી વૈષ્ણવવાડી ખાતે યોજાઇ હતી.
5668 સભાસદો ધરાવતી બોડેલી અર્બન કો-ઓપરેટીવ બેંકની બોડેલી વૈષ્ણવવાડી ખાતે મળેલી 69મી સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદો સમક્ષ બેંકનો ચિતાર રજૂ કરતા બેંકના સીઈઓ શૈલેષકુમાર તલાટીએ ગત વર્ષ દરમિયાન બેંકે રૂા.50,75,606નો ચોખ્ખો નફે કર્યો છે. બેંકની ડિપોઝિટ 27.65 કરોડ અને 31-3- 26 સુધીનું બેંકનું ધિરાણ 15.83 કરોડ જેટલું હોવાનું કહી નિયમ મુજબ બેંકના મહિલા કોપ્ટ ડિરેક્ટર છાયાબેન વિઠ્ઠલભાઈ રાઠવા તેમજ વીણાબેન રાકેશકુમાર ગાંધી અને બેંકના પ્રોફેશનલ ડિરેક્ટર સીએ ઉદય સતીશકુમાર શાહ તેમજ મૈત્રીબેન જૈમીન કુમાર શાહ નિવૃત્ત થતા હોય આગામી 26-27ના વર્ષ માટે નવી નિમણૂક કરવાની સત્તા બોર્ડ ઓફ્ ડિરેક્ટરને આપે છે તેમ જણાવ્યું હતું. 5668 સભાસદો ધરાવતી બોડેલી અર્બન કો-ઓપરેટીવ એટલું જ નહીં બેકનો સીડી રેશિયો 57.24 ટકા છે. બેંકનું સીઆરએઆર 9 ટકા હોવું જોઈએ તેની જગ્યાએ બેંકનું સીઆરએઆર 38.02 ટકા છે તેમ જણાવી બેંકનો સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો હતો. ગત સાધારણ સભાની કાર્યવાહીને વાંચી બહાલી અપાઇ હતી. તા.31-3-26ના રોજ પૂરા થતા વર્ષનો બોર્ડ ઓફ્ ડિરેક્ટરનો રિપોર્ટ સરવૈયું મંજૂર કરાયું હતું,










