છોટાઉદેપુર જિલ્લામાં કુલ 17 મિની બસો ફાળવાઈ, જેમાં બોડેલી તાલુકાને 9 મીની બસો ફાળવવામાં આવી છે. જેના કારણે અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ અને મુસાફરોને પરિવહનની સુવિધામાં વધારો થશે ભગવાન બિરસા મુંડા જનજાતીય પરિવહન યોજના અંતર્ગત ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ બસો ફાળવવામાં આવી છે.

બોડેલી એસટી ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી સહિત બોડેલી નગરપાલિકાના પ્રમુખ, બોડેલી નગરપાલિકાના ઓપરેટરો, એસટી વિભાગના અધિકારીઓ, ડેપો મેનેજર, કર્મચારીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.બોડેલી થી કવાંટ, બોડેલી થી કલારાણી, બોડેલી થી કોસીંદ્રા, બોડેલી થી નસવાડી, બોડેલી થી વાઘબોડ, બોડેલી થી પાણીબાર, બોડેલી થી કરસણ, બોડેલી થી ગઢબોરિયાદ, બોડેલી થી પાનવડ, કુલ નવ નવી બસનું પ્રસ્થાન કરાયું હતું. વિદ્યાર્થીઓ અને મુસાફરો સમયસર, સુવિધાયુક્ત અને સુરક્ષિત મુસાફરી કરી શકશે.