પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે બોડેલી તાલુકાના પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભીડ ઉમટી પડવાની શક્યતા છે. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે સમગ્ર પંથક શિવમય બનશે.
બોડેલી પંથકમાં માકણી ગામે અતિપ્રાચીન રણમુક્તેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. ઉપરાંત બોડેલી નગરમાં ગોપેશ્વર મહાદેવ મંદિર, પાંધરા ગામે આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર સહિત તાલુકાના વિવિધ શિવાલયોમાં શ્રાવણના અંતિમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઊમટી પડશે. શિવભક્તો દ્વારા ભગવાન ભોળાનાથને જળાભિષેક, દૂધાભિષેક સહિત વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે.
