બોડેલી મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગત રાત્રે બોડેલી વિસ્તારમાં ખનીજ વહન કરતા વાહનોની તપાસ કરતા હતા. ત્યારે રાત્રે એક વાગ્યાના અરસામાં રેતી ભરેલા 5 ડમ્પર અને 2 ટ્રેક્ટર શંકાસ્પદ હાલતમાં મળી આવતા ટીમે તમામ વાહનોને ઝડપી પાડયાં હતા.
વાહન ચાલક પાસે રેતીના વહન અંગે જરૂરી દસ્તાવેજો અને પરવાનગી સહિતની વિગતોની ચકાસણી કરાઇ હતી. દરમિયાન પરવાનગી વગરના તમામ વાહનોને કબજામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિના સમયે થયેલી આ કાર્યવાહીને પગલે રેતીના ગેરકાયદે કે, નિયમ વિરુદ્ધ વહન કરતા વાહનચાલકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.
