જગતના 7 ચિરંજીવીમાં જેની ગણતરી થાય છે. તેવા શ્રીરામભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમને દિવસે થયો હતો. આજે ચૈત્ર સુદ પૂનમ હોય ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગર સહિત વિસ્તારના હનુમાનજીના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ખૂબ જ હર્ષોલ્લાસભેર હનુમાન જયંતીની ઉજવણી કરાઇ હતી. બોડેલી પાસેના કકરોલીયા ખાતે સૂર્યા હનુમાન દાદા મંદિર, અલીખેરવા સ્થિત હનુમાનજી મંદિર, પીઠા અને કડીલા સ્થિત હનુમાનજી મંદિર સહિત બોડેલીના વિવિધ મંદિરોમાં સવારથી જ હનુમાન ભક્તો દર્શન માટે ઊમટી પડયા હતા. હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હનુમાન ચાલીસાના પાઠ સાથે સુંદરકાંડના પાઠ કરી હનુમાન ભક્તો દાદાના દર્શન કરી કૃતાર્થ થયા હતા. તો ઠેર-ઠેર મહાપ્રસાદીનું આયોજન પણ હનુમાન ભક્તો દ્વારા કરાયું હતું. એટલું જ નહીં હનુમાન ભક્તો દ્વારા કેક કાપી હનુમાન જયંતીની ઉજવણી કરાઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો