બોડેલીની ખત્રી વિદ્યાલયમાં ત્રિદિવસીય આયોજિત ખેલમહાકુંભ અંતર્ગત પૂર્વ ઝોનની રસ્સાખેંચ સ્પર્ધામાં ઉષાબેન જાદવના નેતૃત્વમાં કુલ 25 ટીમે ભાગ લીધો હતો. જેમાથી વિજેતા 8 ટીમ રાજ્યકક્ષાની રમતમાં ભાગ લેશે.
સ્પર્ધામાં 60 વર્ષથી ઉપર 3 ટીમ હતી. જેમાં વડોદરાના રિટાયર આર્મીમેનના પત્ની 78 વર્ષીય મણીબેન સ્પર્ધામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વણછરા ગામના 78 વર્ષના મણીબેન ભારતસિંહ પરમારે અં-17ને શરમાવે તેવું પ્રદર્શન કરી સૌ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં પ્રથમ ખેડા અને દ્વિતીય ક્રમે વડોદરા ગ્રામ્યની ટીમ રહી હતી. ઓપન વર્ગમાં 8 ટીમે ભાગ લીધો હતો. જેમાં પ્રથમ દાહોદ અને દ્વિતીય ક્રમે વડોદરા ગ્રામ્ય ઉપરોક્ત વર્ગોમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બની હતી.
