બોડેલી નગરના અલીપુરા ચાર રસ્તા સહિત વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને નગરપાલિકા તંત્રને સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ નિયમિત સફાઈ કરવાની સૂચનાઓ આપી હતી. આ અભિયાન દરમિયાન સ્થાનિક અધિકારીઓ અને નગરપાલિકાના કર્મીઓ પણ હાજર રહ્યા હતા.


સફાઈ અભિયાન પૂર્ણ થયા બાદ બોડેલી નગર પાલિકાના સફાઈ કર્મીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. કર્મીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી તેમને પગાર મળ્યો નથી. રજૂઆતને સાંભળી કલેક્ટરે બોડેલી નગરપાલિકાના ચીફ ઓફ્સિરને સૂચના આપી હતી કે સફાઈ કર્મીઓનો બાકી પડેલો પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે અને આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે . સાથે તેમણે સફાઈ કર્મીઓને હવેથી તેમના પગાર ચૂકવવામાં અડચણ કે વિલંબ થાય તો નિર્ભય પણે સીધી રજૂઆત કરવા જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: