બોડેલી નગરમાં ગોલોકવાસી પરમ ભગવદીય કૃષ્ણલાલ ઓચ્છવ લાલ ગાંધી તથા ગં.સ્વ પ્રેમીલાબેન કૃષ્ણલાલ ગાંધી પરિવારના મનોરથ સ્વરૂપે તા. 24થી 30 ડિસેમ્બર-25 દરમિયાન શ્રીમદ્ ભાગવત રસામૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે.


જેમાં વ્યાસપીઠ પર દાહોદના વિદ્વત વરેણ્યમ્ પુષ્ટિ સિદ્ધાંત મર્મજ્ઞ વિદ્વાન ભાગવતાચાર્ય પ.પૂ.નલીનભાઈ શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવશે. આ અવસરે તા.24ને બુધવારના રોજ તેઓના નિવાસ્થાન સુખનગર સોસાયટી ખાતેથી બપોરે 1:30 કલાકે પોથીયાત્રા પ્રારંભ થશે. જે નિર્ધારિત રૂટ ઉપર ફરી કથા સ્થળ (વૃંદાવન ધામ) ભક્ત વાડી, દાલિયા મિલ કમ્પાઉન્ડ-બોડેલી ખાતે પહોંચશે. કથા દરમ્યાન વિવિધ મનોરથ જેમાં તા. 27ના રોજ નંદમહોત્સવ તા. 28ના રોજ ગિરિરાજ મહોત્સવ થશે એમ આયોજનની માહિતી આપતા શૈલેષભાઈ ગાંધી, રાકેશભાઈ ગાંધી તથા જીગ્નેશ ગાંધી દ્વારા જણાવાયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: