જબુગામ : બોડેલી તાલુકાના મુલધર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં સ્થાનિક કક્ષાએ યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં મુલધર પારખધામ કબીર સંપ્રદાયના ધર્મગુરુ સંત નરેશ સાહેબજીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તેમણે શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવતા ભુલકાંઓનું શિક્ષણના પ્રથમ પગથિયે સ્વાગત કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે મુલધર સહિત સમગ્ર વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે જ અમારો મુખ્ય હેતુ છે. દરેક સમાજ માટે દિકરો-દીકરીઓ એક સમાન છે. જેથી દીકરીએ સમાજનીઆ શક્તિ છે જેથી દિકરી શિક્ષિત બને છે. ત્યારે આખો પરિવાર શિક્ષિત બને છે જેથી દીકરીઓને ગુણવત્તા સભર શિક્ષણ આપવું એ આપણી સામુહિક જવાબદારી છે. ત્યારે વાલીઓએ પણ બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા અને ઘરે પણ તેમની કાળજી લેવા અનુરોધ કર્યો હતો. જે પ્રસંગે મુલધર ગ્રામ પંચાયતના સરપંચ લાલકૃષ્ણ રાઠવા, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન સંજય રાઠવા,તાલુકા પંચાયતના સભ્ય દિલીપ રાઠવા, શિક્ષણ ગણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

નૅક પેકેજિંગ લિ.નો IPO 1 જુલાઈએે ખુલશે, પ્રિમિયમ ઇક્વીટી શેર 161 થી રૂ. 170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરાયો









