બોડેલી પંથકમાં લાંબા વિરામ બાદ શુક્રવારની રાત્રે 2થી સવારના 6 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસતા 35 એમએમ જેટલો નોંધાયો હતો. જેના પગલે પંથકના જગતના તાત ગણાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
હવામાન વિભાગની આગાહી અનુસાર, શુક્રવારે મધરાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા બોડેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોડેલીના ધોળીવાવ વિસાડી તેમજ પાંધરા, અમલપુર, ટીંબી, ગડોથ, બુમડી, રણભૂન પાટીયા સહિત ઉંચાપાણ પંથક જબુગામ પંથક માંકણી પંથક સહિતના અનેક વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસ્યો હતો. જેના પગલે સમગ્ર તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
