બોડેલી : બોડેલી તાલુકાના કાશીપુરામાં આંગણવાડી, પ્રાથમિક શાળા, મા., ઉ. માધ્યમિક શાળામાં પ્રવેશ પાત્ર બાળકોને પ્રવેશ અપાયો હતો. દાતાઓ તરફ્થી દફ્તર તેમજ ચોપડાનું વિતરણ કરાયું હતુ. કાશીપુરા પ્રાથમિક શાળાને રૂા.1.71 કરોડના નવીન 9 ઓરડા રાજય સરકારે મંજુર કરી તે નવીન શાળા તૈયાર થતાં તેનું જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ લોકાર્પણ કર્યુ હતુ. કાર્યક્રમમાં કડાછલા જિલ્લા પંચાયત સભ્ય સ્નેહાબેન તડવી, તાલુકા પંચાયત સભ્ય માલુભાઈ ભીલ, સરપંચ જલ્પાબેન પટેલ, જિલ્લા ભાજપ મંત્રી પરિમલ પટેલ,તાલુકા ભાજપ મહામંત્રી યોગેન્દ્રસિંહ રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો, શાળાના આચર્ય વિશાલ પટેલ, શિક્ષકો,બાળકો, વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

નૅક પેકેજિંગ લિ.નો IPO 1 જુલાઈએે ખુલશે, પ્રિમિયમ ઇક્વીટી શેર 161 થી રૂ. 170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરાયો









