બોડેલી : બોડેલી ખાતે સ્વામિનારાયણ સત્સંગ હોલમાં શુક્રવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રમુખજન વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો. જે જિલ્લા કાર્યવાહ વિરેન્દ્ર રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર દીપ પ્રાગટય કરીને કરાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પશ્ચિમ ક્ષેત્રના સ્વબૌદ્ધિક પ્રમુખ વેક્ટ રાઘવ (રઘુભાઈ) ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શનમાં પંચ પરિવર્તન વિષય પર વિસ્તૃત માહિતી આપીને સમાજ જીવનમાં તેના મહત્વ અંગે પ્રકાશ પાડયો હતો. તેમના ઉબ્દોધનમાં પંચ પરિવર્તન માં સામાજિક સમરસતા, પર્યાવરણ જાગૃતિ, કૌટુંબિક મૂલ્યો, સ્વદેશી વિચારધારા અને નાગિરક કર્તવ્યો જેવા પાંચ મુદ્દા પર વિશેષ ભાર મૂકી સમજાવ્યો હતો. કાર્યક્રમમાં બોડેલી તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. જેના કારણે સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રભાવના અને સામાજિક જાગૃતિના વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Gir Somnath News: યુવકની હત્યા મામલે 5 આરોપીઓને ખેતરમાં લાવી પોલીસે કરાવ્યું ઘટનાનું ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન









