બોડેલી : બોડેલીમાં વર્ષાઋતુ શરૂ થતાં બજારમા ઠેર-ઠેર પ્લાસ્ટિક તાડપત્રીનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. બોડેલીમા વર્ષાઋતુની શરૂઆત થતાંની સાથે જ પ્લાસ્ટિક તાડપત્રીના વેચાણ માટે ઠેર-ઠેર હાટડી મંડાઈ હતી. બોડેલી સહીત તાલુકામા શુક્રવારે સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં સમગ્ર વિસ્તાર પાણી પાણી થયો હતો. ત્યારે વરસાદી પાણીથી રક્ષણ માટે તાડપત્રીની ખરીદી માટે લોકોની ભીડ બોડેલીના બજારમાં જોવા મળી હતી. કાચા મકાનો તેમજ ઝૂંપડાઓમાં રહેતાં ગરીબ વર્ગના લોકો ઘરમાં પાણી પડતું અટકાવવા માટે તાડપત્રીની ખરીદી કરતાં હોય છે.એક મીટરના રૂા.60-70થી લઈ રૂા.150-200 સુધીના ભાવે તાડપત્રી વેચાય છે. કેટલીક જગ્યાએ સાઈઝ તો કેટલીક જગ્યાએ તો વજન ઉપર કિલોના ભાવે તાડપત્રીનું વેચાણ થતું જોવા મળ્યું હતું. કાચા મકાનોમાં રહેતાં ગરીબ વર્ગને ચોમાસામાં વરસાદી પાણી ઘરમાં ઉતરતું અટકાવવા તેમજ પશુને વરસાદી પાણીથી રક્ષણ મેળવવા માટે મોંઘા ભાવની તાડપત્રી ખરીદવી આવશ્યક બની હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: