જબુગામ : બોડેલી અને ઝોઝ ખાતે ટ્રાફ્કિ જાગૃતિ અંગે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફ્કિ પોલીસ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. જિલ્લાના વાહન ચાલકોને ટ્રાફ્કિ નિયમોનું પાલન કરવા ટ્રાફ્કિ જાગૃતિ સંદેશા સાથે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફ્કિ પીએસઆઇ ચૌહાણ દ્વારા આહવાહન કરાયું હતું. વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો નશાની હાલતમાં વાહન ન ચલાવવું નિર્ધારિત ગતિ મર્યાદાનું પાલન કરવું તેમજ ટ્રાફ્કિ સંકેતો અને નિયમોનું ચુસ્તપણે અનુકરણ કરવું જેવી સુવિધામાં ખાસ ભાર મૂકાયો હતો. તેમજ ટ્રાફ્કિ નિયમ અને સ્પીડ લિમિટનું પાલન કરવું ચિત્ર ટ્રેન ઝેબ્રા ક્રોસિંગ પર રાહદારીને પ્રથમ પ્રાથમિકતા આપો, અપરિપક્વ બાળકોને વાહન ચલાવવા ન આપવું વગેરે નિયમો સમજાવ્યા હતા. બોડેલી અને ઝોઝ ખાતે પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું હતું. 


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: