આણંદ : બોરસદ તાલુકાના કાવીઠા ગામે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ તથા સેવા સંકલ્પ અભિયાનના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ અને રમત ગમતને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ યોજાયો હતો. આર.બી. પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય મંત્રી કમલેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓને સાઈકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવેલા આ સાઈકલ વિતરણ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, દીકરીઓને શિક્ષણ મેળવવામાં આવતી મુશ્કેલી દૂર થાય અને તેઓ નિયમિત શાળાએ જઈ શકે તે માટે આવા પ્રયાસો મહત્વપૂર્ણ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો