આણંદ જિલ્લાના બોરસદમાં રખડતા પશુઓને પકડવા ગયેલી નગરપાલિકાની ટીમને પશુપાલકોની ભારે દાદાગીરીનો સામનો કરવો પડ્યો છે. પશુપાલકોએ રસ્તામાં ઢોર ડબ્બાને અટકાવીને પાલિકાની ટીમે પકડેલા પશુઓને બળજબરીપૂર્વક છોડાવી દીધા હતા.
બોરસદમાં પશુપાલકોની દાદાગીરી
પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને પકડેલા પશુઓને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા. પાલિકાની ટીમ ઢોર ડબ્બા સાથે જઈ રહી હતી તે દરમિયાન પશુપાલકોનો એક જૂથ હાથમાં લાકડીઓ લઈને ત્યાં ધસી આવ્યું હતું.
