બોટાદમાં વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ ઓફ્ બોટાદ અને જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી સોનાલીબેન શાહ બ્લડ બેન્કના સહયોગથી બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ૩૩ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડૉ. ભારતીબેન ધોળકિયા, ડૉ. જયદીપ કણજરીયા, ડૉ. પરેશભાઈ દરજી, કેતનભાઈ રોજેસરા સહિત આરોગ્ય વિભાગ અને જાયન્ટ્સ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જાયન્ટ્સ સંstwa દ્વારા તમામ રક્તદાતાઓને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યમંત્રી રિવાબા જાડેજા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ડૉ. અનિલભાઈ કાકડિયાએ કેમ્પની મુલાકાત લઈ આયોજકોની સેવાકીય કામગીરીને બિરદાવી હતી.

Patan: પાટણમાં બગવાડા દરવાજા પાસે બી ડિવિઝન પોલીસની લાલ આંખ









