સાળંગપુર : બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર અધિક જેઠ માસ એટલે કે શ્રીપુરુષોત્તમ માસ અંતર્ગત તા. 3જીને બુધવારે દાદાને મોતી-ગુલાબની પાંખડીના દિવ્ય વાઘાનો સિંહાસને ઓર્કિડ-મોગરો-ગુલાબના મિક્સ ફૂલોનો નયનરમ્ય અને કલાત્મક શણગાર કરવામાં આવ્યા હતા. શ્રી કષ્ટભંજનદેવનના આ સ્વરૂપના દર્શન કરી હજારો ભક્તો ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહમાં દાદાની આસપાસ આકર્ષક પુષ્પો ગુલાબી, વાદળી, સફેદ અને જાંબલી રંગના તાજા ફૂલો વડે તેમજ કલાત્મક રીતે કેળના પાનનો ઉપયોગ કરી શણગાર કરાયો હતો. તેમાંય મોર, કમળની પ્રતિકૃતિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અથાણાંનો અન્નકૂટ તેમજ મીઠાઈનો છપ્પન ભોગ અન્નકૂટ ધરવાયો હતો. બુધવારે શણગાર આરતી સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત દાદાના રાજોપચાર પૂજનનુ સાંજે 5થી 7 કલાક દરમિયાન આયોજન કરાયું હતું.

બાપુનગરમાં એજન્ટે બે ક્રેડિટકાર્ડ જનરેટ કરી કુલ રૂ. 22.71 લાખની ખરીદી કરી









