સાળંગપુર : બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ આયોજિત તા.21-07-2026, મંગળવારના રોજ પ.પૂ.શાસ્ત્ર્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવ દાદાને શ્વેત અને વાદળી રંગના વસ્ત્ર્રો પર પતંગિયા અને ફૂલોની સુંદર ડિઝાઇન બટરફ્લાય થીમના મોતીના વર્કવાળા આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને વિવિધ પ્રકારના ફ્ળો કેળા, સફ્રજન, દ્રાક્ષ, ડ્રેગન ફ્રુટ, સંતરા, દાડમ અને ચીકુ વગેરેનો ફ્ળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા એવં સવારે 07:00 શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો દર્શનાર્થીઓએ દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. મંદિર પરિસર જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવના ગગનભેદી જયઘોષથી ગૂંજી ઊઠયું હતું. મંગળા આરતીમાં દાદાના દર્શન કરવા માટે મોડી રાતથી ભક્તો ઉમટી પડયા હતા અને સવારે પાંચ કલાકે મંદિર ખૂલતાં પરિસર ભક્તોથી છલકાઈ ગયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો