સાળંગપુર : બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.1લી ઓગષ્ટને શનિવારે શ્રીકષ્ટભંજનદેવને દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસને ગુલાબના મિકસ ફૂલનો દિવ્ય શણગાર કરી સિંહાસન પર ફૂલો વડે જય શ્રી રામ લખેલું હતું. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.અનેક ભક્તો દ્વારા દાદાને ધજા અર્પણ કારાવાઈ હતી. શનિવારે દાદાના અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો